1 Chronicles 6:44 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મરારીનું ગોત્ર: ત્રીજું ગાયકવૃંદ ડાબી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન એથાન હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: એથાન, કીશી, આબ્દી, માલ્લૂખ, હશાબ્યા, અમાસ્યા, હિલકિયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ડાબે હાથે તેઓના ભાઈઓ, એટલે મરારીના પુત્રો [ઊભા રહેતા હતા]; [તેઓનો મુખ્ય] એથાન કશીનો પુત્ર, ને એ આબ્દીનો પુત્ર, ને એ માલ્લૂખનો પુત્ર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેમાનનો બીજો મદદનીશ એથાન મરારીનો વંશજ હતો. તે હેમાનને ડાબે હાથે ઊભો રહેતો હતો. એથાનના પૂર્વજો: તેનો કીશીનો પુત્ર, તેનો આબ્દીનો પુત્ર, તેનો માલ્લૂખનો પુત્ર હતો.