1 Chronicles 7:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ બધા આશેરના વંશજો હતા. તેઓ કુટુંબના આગેવાનો અને ચુનંદા શૂરવીર લડવૈયા હતા. આશેરના વંશજોમાં લશ્કરી સેવાને લાયક એવા 26,000 પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ સર્વ આશેરના પુત્રો હતા. તેઓ પોતાના પિતૃઓના કુટુંબના સરદારો, ચૂંટી કાઢેલા તથા પરાક્રમીઓ ને શૂરવીર પુરુષો હતા. અને વંશાવળી પ્રમાણે યુદ્ધના કામને માટે તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ બધા આશેરના વંશજો હતા; તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના ચૂઁટી કાઢેલા સરદારો તથા પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા; અને વંશાવળી મુજબ યુદ્વના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ 26,000 પુરુષો હતા.