1 Chronicles 8:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બરિયા અને શેમા આયાલોન નગરમાં વસતાં કુટુંબોના વડા હતા. તેમણે ગાથનગરના લોકોને હાંકી કાઢયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બરિયા તથા શેમા, જે આયાલોનના રહેવાસીઓના પિતૃઓનાં [કુટુંબોના] સરદારો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને નસાડી મૂકયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના બીજા પુત્રો બરીઆહ ને શેમા હતા. તેઓ કુટુંબોના આગેવાનો હતા અને આયાલોનમાં રહેતા હતા. તેઓએ ગાથના રહેવાસીઓને હાંકી કાઢયા.