1 Chronicles 9:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ સર્વ ઇઝરાયલની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી. તેઓ ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં નોધેલા છે. યહૂદાને તેના પાપને લીધે બાબિલમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં.