1 Chronicles 9:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરમાં સંગીત માટે લેવીઓનાં કેટલાંક કુટુંબો જવાબદાર હતાં. આ કુટુંબોના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા. કારણ, તેમણે રાત્રે કે દિવસે પોતાની ફરજ બજાવવા ઉપલબ્ધ રહેવાનું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ ગવૈયાઓ હતા. તેઓ લેવીઓના પિતૃઓનાં કુટુંબોના વડીલો હતા. તેઓ ઓરડાઓમાં રહેતા હતા, ને [બીજા કામથી તેઓ] મુક્ત [હતા];કેમ કે તેઓ રાતદિવસ પોતાના જ કામમાં ગૂંથાયેલા રહેતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાંક લેવી કુટુંબોને મંદિરમાં સંગીતનું કામ સોંપવામાં આવ્યુ હતું. એ કુટુંબના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા હતા અને તેમને રાત દિવસ ફરજ બજાવવાની હોવાથી તેમને બીજી સેવાઓમાંથી મુકત રાખવામાં આવ્યા હતા.