1 Corinthians 1:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, 'હું તો પાઉલનો;' [કોઈ કહે છે કે,] 'હું તો આપોલસનો' [કોઈ કહે છે કે,] 'હું તો કેફાનો;' અને [કોઈ કહે છે કે,] 'હું તો ખ્રિસ્તનો છું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા કહેવાનો અર્થ એ છે કે, તમે દરેક જુદી જુદી વાત કરો છો: કોઈ કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું આપોલસના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું તો કેફાસ(પિતર)ના પક્ષનો છું;” અને વળી કોઈ કહે છે, “હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઇ કહે છે, “હું તો પાઉલનો છું”; [કોઈ કહે છે,] “હું તો આપોલસનો”, [કોઈ કહે છે] ”હું તો કેફાનો;” અને [કોઈ કહે છે] “હું તો ખ્રિસ્તનો છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારું કહેવું આમ છે: તમારામાંનો એક કહે છે, “હું પાઉલને અનુસરું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું અપોલોસને અનુસરું છું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું કેફાને અનુસરું છું;” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું ખ્રિસ્તને અનુસરું છું.”