1 Corinthians 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું ખ્રિસ્તનાં ભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો છે? અથવા શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો શું ખ્રિસ્તનું વિભાજન થઈ ગયું છે? શું પાઉલ તમારે માટે ક્રૂસ પર મરણ પામ્યો હતો? શું તમને પાઉલના અનુયાયીઓ તરીકે બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું ખ્રિસ્તના વિભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો? અથવા શું તમે પાઉલને નામે બાપ્તિસ્મા પામ્યા હતા?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખ્રિસ્તને વિવિધ જૂથોમાં વિભાજીત ન કરી શકાય. શું પાઉલ તમારા માટે વધસ્તંભ પર મરણ પામેલો? ના! તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા? ના!