1 Corinthians 1:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો; [એ કામ] વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહિ, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહિ, પણ શુભસંદેશનો પ્રચાર કરવા મોકલ્યો છે; એ પ્રચાર માનવી જ્ઞાનની ભાષા વાપરીને કરવાનો નથી, રખેને ક્રૂસ પર ખ્રિસ્તે સહેલા મૃત્યુના સામર્થ્યની અસર નિરર્થક થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો. [એ કામ] વિદ્ધતાથી ભરેલા ભાષણથી નહિ, રખેને ખ્રિસ્તનો વધસ્તંભ વ્યર્થ જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખ્રિસ્તે મને લોકોને બાપ્તિસ્મા આપવાનું કામ સોંપ્યું ન હતું. ખ્રિસ્તે તો મને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું હતું. પરંતુ ખ્રિસ્તે મને દુન્યવી શાણપણના શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય સુવાર્તા કહેવા મોકલ્યો હતો. જો મેં દુન્યવી જ્ઞાનનો સુવાર્તા કહેવામાં ઉપયોગ કર્યો હોત, તો ખ્રિસ્તના વધસ્તંભે તેનું સાર્મથ્ય ગુમાવ્યું હોત.