1 Corinthians 10:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે મારું અનુકરણ કરો. હું મારાં સર્વ કાર્યથી બધાને પ્રસન્‍ન કરવા માગું છું. હું મારા સ્વાર્થનો વિચાર કરતો નથી, પણ સૌનું ભલું કરું છું; જેથી સૌનો ઉદ્ધાર થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ [તમે કરો.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તેમ જ કરું છું. હું પ્રત્યેક વ્યક્તિને દરેક રીતે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. જે મારા માટે સારું છે તે કરવાનો પ્રયત્ન નથી કરતો. હું મોટા ભાગના લોકો માટે જે સારું છે તે કરવાનો પ્રયત્ન કરું છું, કે જેથી તેમનું તારણ થાય.