1 Corinthians 11:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રથમ તો મારા જાણવામાં આવ્યું છે કે, મંડળીની સભાઓમાં પક્ષાપક્ષી છે. તેમાં થોડુંઘણું ખરું પણ છે એમ હું માનું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે પ્રથમ તો એ છે કે, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ભાગલા હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડેઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રથમ તો હું સાંભળું છું કે જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ ત્યારે તમારામાં ભાગલા પડેલા હોય છે. આમાંથી કેટલીક બાબતોને હું માનું છું.