1 Corinthians 12:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આત્મા કોઈને ચમત્કાર કરવાનું સામર્થ્ય આપે છે, તો કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ આપે છે; તો વળી કોઈને આત્મા પારખવાની શક્તિ આપે છે. તે જ આત્મા અન્ય ભાષાઓ બોલવાનું સામર્થ્ય આપે છે, અને તે ભાષાનું અર્થઘટન કરવાની શક્તિ આપે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કોઈને ચમત્કાર કરવાનું [દાન]; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને [ભિન્ન ભિન્ન] ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું [દાન] આપવામાં આવેલું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ જ આત્મા વડે બીજી વ્યક્તિને ચમત્કારો કરવાનું સાર્મથ્ય, તો અન્યને પ્રબોધ કરવાની ક્ષમતા અને અન્ય વ્યક્તિને સારા અને ખરાબ આત્માઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા, તો બીજી વ્યક્તિને તે ભાષાઓના અર્થઘટન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.