1 Corinthians 12:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શરીરના જે અવયવો સુંદર દેખાય છે તેનાં કરતાં જે અવયવો સુંદર દેખાતા નથી તેમના પ્રત્યે આપણે ખાસ ધ્યાન આપીએ છીએ. ઈશ્વરે શરીરની રચના જ એવી કરી છે કે જેથી નાજુક અવયવો પ્રત્યે વધુ લક્ષ અપાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ આપણા સુંદર [અવયવો] ને એવી વાતની અગત્ય નથી. પણ જે [ભાગ] ને ઓછું [માન] હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે.