1 Corinthians 13:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે હું બાળક હતો, ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો અને બાળકની માફક જ સમજતો હતો, પણ હવે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની વાતો મૂકી દીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે હું બાળક હતો, ત્યારે મારી બોલી, લાગણીઓ અને વિચારો બાળકના જેવાં જ હતા. પણ હવે હું પુખ્ત વયનો થયો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો, બાળકની જેમ સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે હું બાળક હતો ત્યારે બાળક જેવી વાતચીત કરતો; બાળક જેવું વિચારતો; બાળક જેવી યોજનાઓ ઘડતો. પણ હું જ્યારે પુરુંષ બન્યો, ત્યારે મેં બાળકો જેવું વર્તન છોડી દીઘું છે.