1 Corinthians 14:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ મંડળીની ભક્તિસભામાં બીજાઓને શીખવવા માટે અન્ય ભાષાઓમાં હજારો શબ્દો બોલવા કરતાં સમજી શકાય તેવી ભાષામાં પાંચ શબ્દોમાં બોલવાનું હું વધારે પસંદ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ મંડળીમાં [અન્ય] ભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ મંડળીની સભામાં તો વિવિધ ભાષાના હજારો શબ્દો બોલવાને બદલે હું જેને સમજી શકું છું તેવા માત્ર પાંચ શબ્દો જ બોલીશ. હું મારી સમજ પ્રમાણે બોલવાનું પસંદ કરું છું કે જેથી હું બીજા લોકોને ઉપદેશ આપી શકું.