1 Corinthians 14:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, 'અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,' એમ પ્રભુ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ધર્મશાસ્ત્રમાં લખેલું છું; “પ્રભુ કહે છે કે, આ લોક સાથે હું અન્ય ભાષાઓ બોલનાર માણસો મારફતે બોલીશ. વળી, પરદેશીઓના હોઠો દ્વારા પણ બોલીશ, છતાં તેઓ મારું સાંભળશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નિયમશાસ્ત્રમાં લખેલું છે, “અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકોની સાથે બોલીશ; એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ, ” એમ પ્રભુ કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્રલેખમાં લખ્યું છે કે: “જે લોકો જુદા પ્રકારની ભાષા બોલે છે તેમની અને વિદેશીઓની વાણીનો ઉપયોગ કરીને હું લોકોને ઉદબોધન કરીશ પરંતુ તેમ છતાં આ લોકો મને કબૂલ કરશે નહિ.” પ્રભુ આમ કહે છે.