1 Corinthians 14:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્ય ભાષાઓમાં બોલનારાઓમાંથી બે કે ત્રણ વ્યક્તિઓએ વારાફરતી બોલવું અને કોઈએ તેનું અર્થઘટન કરવું જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ [અન્ય] ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ [બોલે], અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ.