1 Corinthians 15:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, 'સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વરે સર્વ બાબતો તેમના પગ નીચે મૂકી છે.” આમ, સર્વ બાબતોને ખ્રિસ્તના નિયંત્રણ હેઠળ લાવનાર ઈશ્વરનો સમાવેશ એ “સર્વ બાબતો” થતો નથી એ સ્પષ્ટ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે [ઈશ્વરે] બધાંને તેમના પગ નીચે આઘીન કર્યા. પણ જ્યારે તેમણે કહ્યું કે, બધાંને આઘીન કરવામાં આવ્યા છે, ત્યારે બધાંને સ્વાધીન કરનાર અલગ છે, તે સ્પષ્ટ દેખાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાસ્ત્રલેખ કહે છે કે, “દેવ બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે.” જ્યારે શાસ્ત્રલેખ, “બધીજ વસ્તુઓ” ને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે ત્યાં એ સ્પષ્ટ છે કે દેવનો આમાં સમાવેશ થતો નથી. કારણ કે દેવ તે એક છે કે જે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે.