1 Corinthians 15:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો તો મને શો લાભ છે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો આપણે ખાઈએ કે પીઈએ એમાં શું ખોટું છે. કેમ કે કાલે મરવાના છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહીં એફેસસમાં મેં “જંગલી પશુઓ” સાથે યુદ્ધ કર્યું છે! દુન્યવી ધોરણો મુજબ મને એનાથી શો લાભ થવાનો છે? જો મૂએલાં સજીવન થતાં જ નથી, તો કહેવતમાં કહ્યું છે તેમ, “ચાલો, આપણે ખાઈએ અને પીએ; કારણ, આવતી કાલે તો મરી જવાના છીએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો હું એફેસસમાં માત્ર માનવીય કારણોને લઈને જંગલી પશુઓ સાથે લડયો હોઉં, માત્ર મારા અહંકારને પોષવા માટે લડ્યો હોઉં, તો મેં કશું જ પ્રાપ્ત કર્યુ નથી. જો લોકો મૃત્યુમાંથી ઊઠતા ન હોય તો, “ચાલો આપણે ખાઈએ, પીએ અને મજા કરીએ કારણ કે કાલે તો આપણે મરવાના છીએ.”