1 Corinthians 15:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂએલાંઓનું મરણોત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૂએલાંનું સજીવન થવું એ પણ એવું જ છે: દફનાવવામાં આવતું શરીર વિનાશી હોય છે; પણ તે સજીવન થશે, ત્યારે તે અવિનાશી બનશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂએલાંનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે; અવિનાશમાં ઉઠાડાય છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે લોકો મૃત્યુમાંથી ઊભા થશે તેમને માટે પણ આવું જ છે. જે શરીરનું “રોપણ” થયું છે તે તો સડી જશે. પરંતુ જે શરીર મૃત્યુમાંથી ઊઠશે તેનો વિનાશ થશે નહિ.