1 Corinthians 16:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ તેને તુચ્છકારે નહિ, પણ મારી પાસે પાછા આવતાં તેની મુસાફરી સગવડભરી નીવડે તે માટે તેને મદદ કરજો. કારણ, તે પણ ભાઈઓની સાથે પાછો આવે એવી આશા હું રાખું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કોઈએ તેને તુચ્છ માનવો નહિ, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે, તે મારી પાસે આવે. કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની હું રાહ જોઉં છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેથી તેને અપનાવવાનો ઈન્કાર કોઈએ પણ ન કરવો. તેની યાત્રા શાંતિપૂર્ણ બને તે માટે તેને મદદરુંપ થજો કે જેથી તે પાછો મારી પાસે આવે. બીજા ભાઈઓ સાથે તે મારી પાસે આવશે તેમ હું ધારું છું.