1 Corinthians 2:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણને આ દુનિયાનો આત્મા નહિ, પણ ઈશ્વરની મારફતે મોકલવામાં આવેલો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે; જેથી ઈશ્વરે આપણને જણાવેલી વાત આપણે જાણી શકીએ છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ.