1 Corinthians 4:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તેં મફત પ્રાપ્ત કર્યું નથી? જો તેં મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમને બીજાઓના ઉપરી કોણે બનાવ્યા? તમારી પાસે જે કંઈ છે તે શું ઈશ્વર તરફથી નથી? તો પછી તમને જે મળ્યું છે તે જાણે કે બક્ષિસ નથી એવી બડાઈ કેમ મારો છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તને કોણ જુદાં પાડે છે? અને તને પ્રાપ્ત થયું ન હોય એવું તારી પાસે શું છે? પણ જો તે તને પ્રાપ્ત થયું હોય, તો પ્રાપ્ત ન થયું હોય, એમ તું કેમ અભિમાન કરે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કોણ કહે છે કે તમે બીજા લોકો કરતાં વધુ સારા છો? તમારી પાસે જે કાંઈ છે તે તમને આપવામાં આવ્યું હતું, તો પછી તમે તે વસ્તુઓ તમારી પોતાની તાકાતના જોરે મેળવી હોય તેવી બડાશ કેમ મારો છો?