1 Corinthians 6:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે, કે, તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હકીક્તમાં, તમારામાં આવા અદાલતી વિવાદ હોય એ જ તમારી સરિયામ નિષ્ફળતા છે. અદાલતમાં જવા કરતાં તમે પોતે જ કેમ અન્યાય સહન કરી લેતા નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હાલ આ તમારામાં ખરેખરી ખોડ છે કે, તમે એકબીજા પર ફરિયાદ કરો છો. એમ [કરવા] કરતાં તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકશાન કેમ વેઠતા નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે કાનૂની કાર્યવાહી તમે એકબીજા વિરૂદ્ધ કરી છે તે પૂરવાર કરે છે કે તમે ક્યારનાય પરાજિત થઈ ચૂક્યા છો. એના બદલે તો કોઈ વ્યક્તિને તમે તમારા વિરૂદ્ધ કઈક ખોટું કરવા દીધું હોત તો સારું થાત! તમે કોઈને તમારી જાતને છેતરવા દીઘી હોત તો સારું થાત!