1 Corinthians 7:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, તે બે દિશામાં ખેંચાય છે. અપરિણીત સ્ત્રી પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે શરીર તથા આત્મા બન્‍નેનું સમર્પણ કરવા માગે છે. પણ પરિણીત સ્ત્રી દુન્યવી વાતોની ચિંતા રાખે છે, કારણ, તે તેના પતિને પ્રસન્‍ન કરવા માગે છે. હું તો તમને મદદરૂપ થવાને માટે જ આ વાતો જણાવું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ પરણેલી તથા કુંવારી સ્‍ત્રીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે, તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરણેલી સ્‍ત્રી દુનિયાદારીની ચિંતા રાખે છે કે, મારે મારા પતિને કેવી રીતે પ્રસન્‍ન કરવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તે બે વસ્તુઓ વિષે વિચારવું જોઈએ. પત્નીને ખુશ કરવી અને પ્રભુને પ્રસન્ન કરવા. જે સ્ત્રી અવિવાહિત છે અથવા તો એ કન્યા કે જેણે કદી લગ્ન કર્યુ જ નથી, તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે હેતુપૂર્વક તે શરીર તથા આત્મામાં પવિત્ર થવા માગે છે. પરંતુ પરણેલી સ્ત્રી દુન્યવી બાબતોમાં વ્યસ્ત છે. તે પોતાના પતિને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે.