1 Corinthians 7:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પતિ જીવંત હોય ત્યાં સુધી પરણેલી સ્ત્રી સ્વતંત્ર નથી. પણ પતિના મૃત્યુ પછી પોતાની પસંદગી મુજબના માણસ સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ એ માણસ વિશ્વાસી હોવો જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી તે બંધાયેલી છે. પણ જો તેનો પતિ મરી ગયો હોય, તો જેને તે ઇચ્છે તેને પરણવાની તેને છૂટ છે, પણ કેવળ પ્રભુમાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી તેણે તેના પતિ સાથે રહેવું જોઈએ. પરંતુ જો પતિ મૃત્યુ પામે તો પત્ની ઈચ્છે તો તે સ્ત્રી કોઈ પણ માણસને પરણવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેણે પ્રભુમાં લગ્ન કરવું જોઈએ.