1 Corinthians 7:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તમે એકબીજાને એ અધિકારથી વંચિત રાખશો નહિ. પ્રાર્થનામાં સમય ગાળવા એકબીજાની સંમતિથી અલગ રહો. પણ તે પછી, તમારી વાસનાને લીધે શેતાન તમને પ્રલોભનમાં ન નાખે માટે તમારું દંપતી તરીકેનું સાહજિક જીવન જીવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એકબીજાથી જુદાં ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદાં પડો તો પડો, અને પછી પાછાં એકઠાં રહો, રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે.