1 Corinthians 8:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં [કંઈ જ] નથી અને એક [ઈશ્વર] સિવાય બીજાકોઈ ઈશ્વર નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે જણાવવાનું કે, મૂર્તિ તો જેની હયાતી નથી તેનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે એક જ ઈશ્વર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું મૂર્તિઓના નૈંવેદ ખાવા અંગે આમ કહેવા માગું છું: આપણે જાણીએ છીએ કે મૂર્તિ જેવું ખરેખર આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે દેવ ફક્ત એકજ છે.