1 John 1:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે તમારા પર જીવનના શબ્દ વિષે લખીએ છીએ. તેનું અસ્તિત્વ શરૂઆતથી જ હતું. અમે તેને વિષે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી [અમે તમને કહી દેખાડીએ છીએ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે અમે તમને જગતના આરંભકાળ પહેલા જે કોઈ વસ્તુઓનું અસ્તિત્વ હતું તે વિષે કહીએ છીએ આ અમે સાંભળ્યું છે, અમે પોતાની આંખો વડે જોયું છે, અમે નિહાળ્યું છે, અમે અમારા હાથે સ્પર્શ કર્યો છે. અમે તમને તે શબ્દ (ખ્રિસ્ત) જે જીવન આપે છે તે વિષે લખીએ છીએ.