1 John 2:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારાં વહાલાં બાળકો, હું આ પત્ર તમને લખું છું જેથી તમે પાપ કરશો નહિ. પણ જો કાઈ વ્યક્તિ પાપ કરે છે, તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે.