1 John 2:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.