1 John 3:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એથી આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ. જે કોઈ બાબતે આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણે સત્યના પક્ષના છીએ તેવું આ રીતે જાણી શકીએ છીએ. આ જ રીતે ઈશ્વરની હાજરીમાં આપણે આપણા હૃદયમાં ખાતરી મેળવી શકીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ, અને જે કોઈ બાબતમાં આપણું અંત:કરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંત:કરણને શાંત કરીશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી આ એ જ રસ્તો છે જે આપણે જાણીએ છીએ કે આપણે સત્ય માર્ગના છીએ. અને જ્યારે આપણે આપણું હૃદય દોષિત ઠરાવે છે, છતાં દેવ આગળ આપણને શાંતિ મળી શકે છે. શા માટે? કારણ કે દેવ આપણા હ્રદય કરતાં મહાન છે. તે દેવ બધુંજ જાણે છે.