1 John 3:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે કોઈ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ઈશ્વરે આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણને ખબર પડે છે કે તે આપણામાં રહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે એમનામાં રહે છે, અને તેઓ તેનામાં. અને જે આત્મા એમણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વ્યક્તિ જે દેવની આજ્ઞાઓનુ પાલન કરે છે તે દેવમાં રહે છે. અને દેવ તે વ્યક્તિમાં રહે છે. આપણે કેવી રીતે જાણીએ કે દેવ આપણામાં રહે છે? દેવે આપણને જે આત્મા આપ્યો છે તેના કારણે આપણે જાણીએ છીએ.