1 John 4:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ કહે કે, હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પર દ્વેષ કરે છે, તો તે જૂઠો છે, કેમ કે પોતાના ભાઈને તેણે જોયો છે, છતાંય તેના પર જો તે પ્રેમ કરતો નથી, તો ઈશ્વરને જેને તેણે કદી જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ કરું છું.” પણ જો તે તેના ભાઈ પર દ્વેષ રાખતો હોય તો તે જૂઠો છે. કારણ, પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર તે પ્રેમ કરી શક્તો નથી તો પછી ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ કરી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ રાખું છું” પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કોઈ વ્યક્તિ કહે કે: “હું દેવને પ્રેમ કરું છું.” પરંતુ તે વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઈ કે બહેનનો દ્ધેષ કરે છે. તો તે વ્યક્તિ જુઠો છે. તે વ્યક્તિ તેના ભાઈને જોઈ શકે છે, છતાં તે તેનો દ્ધેષ કરે છે. તેથી તે વ્યક્તિ દેવને પ્રેમ કરી શકતો નથી, કારણ કે તેણે દેવને કદી જોયો નથી.