1 John 5:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણે જ્યારે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે. એ વાત સાચી છે એવું આપણે જાણતા હોવાથી આપણે તેમની પાસેથી જે કંઈ માગીએ તે તે આપણને આપે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માગીએ તે સંબંધી તે આપણું સાંભળે છે, તો આપણે તેમની પાસે જે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.