1 Kings 1:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી નાથાને સુલેમાનની માતા બાથશેબાને બોલાવીને પૂછ્યું, "શું તમે નથી સાંભળ્યું કે, હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા બન્યો છે અને આપણા માલિક દાઉદને ખબર નથી?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી નાથાને શલોમોનની માતા બાથશેબા પાસે જઈને તેને કહ્યું, “હાગ્ગીથનો પુત્ર રાજા બની બેઠો છે એ શું તમે સાંભળ્યું નથી? વળી, દાવિદ રાજાને તો એની ખબર પણ નથી!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે નાથાને સુલેમાનની મા બાથ-શેબાને કહ્યું, “ શું તમે નથી સાંભળ્યું, કે હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા થઈ બેઠો છે, ને આપણા મુરબ્બી દાઉદ તો એ જાણતા નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ પ્રબોધક નાથાને સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને પૂછયું; તમને ખબર છે કે, “હાગ્ગીથનો પુત્ર અદોનિયા રાજા થઈને બેઠો છે, ને આપણા ધણી રાજા દાઉદ એનાથી અજાણ છે?