1 Kings 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે, 'મારા માલિક રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે, "તારો દીકરો સુલેમાન ચોક્કસ મારા પછી રાજા થશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?" તો પછી શા માટે અદોનિયા રાજ કરે છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તાત્કાલિક દાવિદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘હે રાજા, મારા માલિક, તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા બનશે એવું શપથપૂર્વક વચન તમે નહોતું આપ્યું? તો પછી અદોનિયા રાજા કેમ થઈ બેઠો છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે દાઉદ રાજા પાસે જઈને તેમને કહો કે, હે મારા સ્વામી રાજા, તમે શું આ તમારી દાસી આગળ એવા સમ નથી ખાધા કે, ‘તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે, ને તે મારા રજ્યાસન પર બેસશે?’ ત્યારે અદોનિયા કેમ રાજા થઈ બેઠો છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે અત્યારે જ દાઉદ રાજા પાસે જાઓ, અને તેમને કહો કે, ‘ધણી, આપે આપની દાસીને એવું વચન નહોતું આપ્યું કે, માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે, અને તે જ માંરી ગાદી પર બેસશે? તો પછી શા માંટે અદોનિયા રાજા થયો છે?’