1 Kings 1:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, 'રાજા અદોનિયા ઘણું જીવો!'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે આજે બળદો, ઘેટાંઓ અને માતેલા વાછરડાઓનો યજ્ઞ કર્યો છે. તેણે તમારા પુત્રોને, તમારા સેનાપતિ યોઆબને અને અબ્યાથાર યજ્ઞકારને આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તેઓ તેની સાથે મિજબાની માણી રહ્યા છે અને ‘અદોનિયા રાજા અમર રહો,’ એવો સૂત્રોચ્ચાર કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાંનું બલિદાન આપ્યું છે, ને રાજાના સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને નોતર્યા છે. અને જુઓ, તેઓ તેની આગળ ખાયપીએ છે, અને, ‘ઈશ્વર અદોનિયા રાજાની રક્ષા કરો, ’ એમ પોકારે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ, આજે તેણે પોતાના રાજયાભિષેકની ઉજવણી માંટે બળદો, અને ઘણાં પુષ્ટ બકરાઓનાં બલિદાન આપ્યાં છે અને તેની ખાણીપીણીમાં તેણે તમાંરા પુત્રો ઉપરાંત લશ્કરના સેનાપતિ અને યાજક અબ્યાથાર, તેઓ તેની સાથે ખાન-પાન કરે છે અને કહે છે. ‘ઇશ્વર રાજા અદોનિયાને ઘણું જીવાડો!’