1 Kings 1:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ સુંદર કન્યા માટે આખા ઇઝરાયલમાં શોધ કરી. તેઓને શૂનામ્મી અબીશાગ નામે એક કન્યા મળી. તેને તેઓ રાજા પાસે લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમગ્ર ઇઝરાયલમાં સુંદર યુવતીની શોધ કરવામાં આવી અને તેમને શૂનેમમાંથી અબિશાગ નામની એવી યુવતી મળી આવી. તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી સુંદર કન્યા માટે તેઓએ ઇઝરાયલની સર્વ સીમામાં શોધ કરી, તો શૂનામ્મી અબીશાગ [નામે એક કુમારિકા] મળી, ને તેને તેઓ રાજા પાસે લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે આખા ઇસ્રાએલમાં એક સુંદર, જુવાન અને અપરણિત કન્યા મેળવવા તપાસ કરી, આખરે તેમને શૂનામ્મી અબીશાગ નામની કન્યા પસંદ આવી, તેથી તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.