1 Kings 1:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, "સુલેમાન રાજા ઘણું જીવો!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાદોક મુલાકાતમંડપમાંથી તેલનું શિંગડું લાવ્યો હતો; તેણે તે લઈને શલોમોનનો અભિષેક કર્યો. તેમણે રણશિંગડું વગાડયું અને સર્વ લોકોએ પોકાર કર્યો, “શલોમોન રાજા અમર રહો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. તેઓએ રણશિંગડું વગાડ્યું; અને સર્વ લોકોએ પોકાર્યું, “ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક સાદોકે એક તેલનું શિંગડુ લીધું અને સુલેમાંનના માંથા પર તેનો રાજા તરીકે અભિષેક કરવા રેડ્યું. તેમણે રણશિંગડું વગાડયું; અને બધા લોકો બોલી ઊઠયા. “રાજા સુલેમાંન ઘણું જીવો.”