1 Kings 1:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, "શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અદોનિયા અને તેના મહેમાનો મિજબાની પૂરી કરી રહ્યા હતા તેવામાં તેમણે પેલો અવાજ સાંભળ્યો. યોઆબે રણશિંગડું સાંભળીને પૂછયું, “નગરમાં આ શાનો કોલાહલ થાય છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા, તે સમયે તેઓએ તે સાંભળ્યું. યોઆબે રણશિંગડાનો અવાજ સાંભળીને કહ્યું, “નગરમાં શોરબકોર થયાનો ઘોંઘાટ શા માટે થાય છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વખતે અદોનિયા અને તેના મહેમાંનોએ ભોજન પૂરું કર્યુ, ત્યાં તેમણે સૌએ આ અવાજ સાંભળ્યો. રણશિંગડાનો નાદ સાંભળીને યોઆબ બોલી ઊઠયો. “શહેરમાં આ શોરબકોર શાનો છે?”