1 Kings 1:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે હજી બોલતો હતો, એટલામાં જ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, "અંદર આવ, કેમ કે તું પ્રામાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હજુ તો તે બોલતો હતો એવામાં યજ્ઞકાર અલ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ; તું સારો માણસ છે. તારી પાસે શુભ સમાચાર હોવા જોઈએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હજી તો તે બોલતો હતો, એટલામાં જૂઓ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ [તેને] કહ્યું, “અંદર આવ; કેમ કે તું સારો માણસ છે, ને સારા સમાચાર લાવ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે હજી બોલતો હતો, એટલામાં જ, યાજક અબ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, તું પ્રામાંણિક માંણસ છે અને શુભ-સંદેશ જ લાવ્યો હશે.”