1 Kings 1:51 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સુલેમાનને કહેવામાં આવ્યું, "જો, અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીનાં શિંગ પકડીને કહે છે, 'સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના સેવકને મારી નાખશે નહિ.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન રાજાએ સાંભળ્યું કે અદોનિયા તેનાથી ગભરાઈને નાસી ગયો છે અને વેદીનાં શિંગ પકડીને કહે છે, “શલોમોન રાજા પ્રથમ સમ ખાય કે તે મને મારી નાખશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનને ખબર મળી કે, ‘જો, અદોનિયા સુલેમાન રાજાથી બીહે છે; કેમ કે જો, તે વેદીના શિંગ પકડીને કહે છે કે, સુલેમાન રાજા આજે મારી આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહિ કરે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંનને સમાંચાર આપવામાં આવ્યા કે, “અદોનિયા સુલેમાંનથી ડરતો હતો અને વેદીનાં શિંગ પકડીને કહેતો હતો, ‘સુલેમાંન પહેલાં મને વચન આપો કે પોતે આ સેવકનો વધ નહિ કરો,’”