1 Kings 1:53 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સુલેમાન રાજાએ માણસો મોકલ્યા, તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમીને પ્રણામ કર્યા અને સુલેમાને તેને કહ્યું, "તું તારે ઘરે જા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી શલોમોન રાજાએ અદોનિયા પાસે માણસો મોકલ્યા અને તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. અદોનિયાએ રાજા પાસે આવીને તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. રાજાએ તેને કહ્યું, “તારે ઘેર જા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ [કહીને] સુલેમાન રાજાએ માણસ મોકલ્યા, ને તેઓ તેને વેદી પાસેથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમસ્કાર કર્યા. અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘેર જા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ રાજા સુલેમાંને તેને માંણસો મોકલીને યજ્ઞવેદી પરથી તેડાવી મંગાવ્યો. તેણે આવીને રાજા આગળ પ્રણામ કર્યા; અને સુલેમાંને તેને કહ્યું કે, “તું તારે ઘેર જા.”