1 Kings 10:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાહના ભક્તિસ્થાનને માટે તથા રાજાના મહેલને માટે સ્તંભો તથા ગાનારાઓને માટે વીણા અને તંબૂરા બનાવ્યા. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિવસ સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોને તે લાકડાનો ઉપયોગ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં કઠેરા બાંધવામાં તેમ જ સંગીતકારો માટે વીણા અને સિતાર બનાવવામાં કર્યો. ઇઝરાયલમાં આયાત થયેલું એ સર્વશ્રેષ્ઠ સુખડ હતું; એના જેવું ફરી ક્યારે જોવા મળ્યું નથી.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાના મંદિરને માટે તથા રાજાના મહેલને માટે થાંભલા, તથા ગવૈયાઓને માટે વીણા ને તંબૂરા બનાવ્યાં. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિન સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ એ લાકડું યહોવાના મંદિર અને તેના પોતાના મહેલના પાયા બનાવવા માંટે અને સંગીતકારો માંટે વાજિંત્રો બનાવવામાં વાપર્યુ હતું; ત્યાર પછી એવું લાકડું ક્યારેય લવાયું નથી, કે જોવામાં સુદ્ધાં આવ્યું નથી.