1 Kings 10:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઇચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું, તે ઉપરાંત સુલેમાને પોતાની બક્ષિશો તેને આપી. પછી તે પછી વળીને પોતાના ચાકરો સાથે પરત પોતાના દેશમાં ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન રાજાએ રાજપ્રણાલી મુજબની ઉદારતાથી આપેલી બક્ષિસો ઉપરાંત શેબાની રાણીએ જે જે માગ્યું તે બધું તેને આપ્યું. પછી તે પોતાના રસાલા સાથે શેબા દેશમાં પાછી ફરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યુ, તે ઉપરાંત સુલેમાને પોતાની પાદશાહી સખાવતથી તેને આપ્યું તે તો જુદું. પછી તે પાછી ફરીને પોતાના ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા સુલેમાંને શેબાની રાણી અને તેના સેવકોને તેણે જે જે માંગ્યું તે બધું આપ્યું, તેણે રાણીને જે એક રાજા આપી શકે તે બધું ઉદારતાથી આપ્યું હતું અને પછી રાણી પોતાના દેશમાં પાછી ફરી.