1 Kings 10:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિંહાસનને છ પગથિયાં હતાં અને સિંહાસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. બેઠકની પાસે બન્ને બાજુએ હાથા હતા અને તે હાથાઓની બાજુએ બે સિંહ ઊભા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિંહાસન પર ચઢવા માટે છ પગથિયાં હતાં. પ્રત્યેક પગથિયે બન્ને તરફ એકએક એમ કુલ બાર સિંહ હતા. સિંહાસનના પાછળના ભાગમાં આખલાના માથાની પ્રતિમા હતી. સિંહાસનના બે હાથા પર એકએક સિંહ હતો. બીજા કોઈ રાજ્યમાં આવું સિંહાસન નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આસનને છ પગથિયાં હતાં; આસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. અને બેઠકની પાસે બન્ને બાજુએ હાથ હતાં, ને તે હાથોની બાજુએ બે સિંહ ઊભા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ સિંહાસનને છ પગથિયાં હતાં એની પાછળનો આકાર ગોળ હતો, તેને બાજુમાં બે હાથા હતા અને પ્રત્યેક હાથાને અડીને એકેક સિંહ ઊભેલો હતો,