1 Kings 10:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઘણા અમલદારો અને સરંજમ લઈને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પોતાની સાથે અનુચરોના મોટા રસાલા સાથે ઊંટો પર સુગંધીદ્રવ્યો, ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. તે શલોમોનને મળી ત્યારે તેના મનમાં હતા તે બધા સવાલો તેને પૂછયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે અતિ ભારે રસાલા સાથે, ને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલાં ઊંટો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પોતાની સાથે મોટો રસાલો, અને લાદેલાં ઊંટો અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઈને યરૂશાલેમ આવી પહોંચી. તેણે સુલેમાંન પાસે આવીને પોતાના મનમાં હતા, તે બધા પ્રશ્ર્નો તેને પૂછયા.