1 Kings 10:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો સોનાનાં હતાં અને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીનું એક પણ પાત્ર જન હતું. કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિસાત ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોનના પીવાના સર્વ પ્યાલાઓ અને “લબાનોન વનખંડ” સર્વ પાત્રો સોનાનાં હતાં. ચાંદી તો વાપરી જ નહોતી, કારણ, શલોમોનના સમયમાં તેનું કોઈ મૂલ્ય નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાનાં હતાં, ને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં.રૂપાનું એક પણ નહોતું. સુલેમાનના સમયમાં એ કંઈ વિસાતનું ગણાતું નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી.