1 Kings 10:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિરામના નૌકાકાફલા સાથે વહાણવટું કરનાર તેનો પોતાનો નૌકાકાફલો પણ હતો. દર ત્રણ વર્ષે તેનાં વહાણો સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા અને માંકડાં લાવતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એક વાર તાર્શીશનો કાફલો સોનું, રુપું, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંન રાજા અને હીરામ રાજા વચ્ચે વેપારી વહાણોનો વિશાળ કાફલો હતો. દર ત્રણ વર્ષે એક વખત આ વહાણોનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.