1 Kings 11:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ હદાદ, તે વખતે બાળક હતો, તે તેના પિતાના કેટલાક ચાકરોમાંના અદોમી માણસોની સાથે મિસર ભાગી ગયો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માત્ર હદાદ અને તેના પિતાના કેટલાક સેવકો બચી ગયા અને છટકીને ઇજિપ્ત નાસી છૂટયા. (તે વખતે હદાદ માત્ર નાનો બાળક હતો)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વખતે એમ થયું કે હદાદ તથા તેની સાથે તેના પિતાના સેવકોમાંના કેટલાક અદોમી માણસો મિસરમાં નાસી ગયા. હદાદ તો [તે વખતે] હજી નાનો છોકરો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ હદાદ, જે તે વખતે બાળક હતો, તે તેના પિતાનાં કેટલાક નોકરોની સાથે મિસર ભાગી ગયો.